Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Notice to Center and Delhi Police on lathi charge

VIDEO: લાઠીચાર્જ પર કેન્દ્ર અને દિલ્હી પોલીસને નોટીસ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં લાઠીચાર્જનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટે 20 જુલાઈએ રાજધાનીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન જરૂરિયાત કરતાં વધુ બળપ્રયોગના આરોપો વાળી જાહેર હિતની અરજીઓ  પર કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. સાથે હાઈકોર્ટે ઘટના સાથે જોડાયેલા તમામ CCTV ફૂટેજ, બોડી કેમેરા ફૂટેજ અને અન્ય ડિજિટલ રેકોર્ડ્સને નક્કી કરેલી એસઓપી અનુસાર સુરક્ષિત રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે થશે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે વિપક્ષે પણ સંસદ અંદર અને બહાર ભારે વિરોધ નોંધાવ્યો છે.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં પોલીસની બર્બરતા જોવા મળી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી છે. અરજીકર્તાઓના વકીલોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને જંતર-મંતર પરથી બળજબરીથી હટાવવા તથા લાઠીચાર્જ કરવો ગેરબંધારણીય હતો. વકીલ એન હરિહરને જણાવ્યું હતું કે, જ્યારે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કર્યું, ત્યારે તે તેમના બંધારણીય અધિકારોનો ભાગ હતું. પરંતુ બાદમાં પ્રદર્શનકારીઓ પર અતિશય બળપ્રયોગ અને બર્બરતા કરવામાં આવી હતી, જે અત્યંત ચિંતાજનક છે.

App Store

 

ટોપિક્સ:GSTV NewsGujarati News