મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ટાઇગર નહીં, બોલિવુડનો બીજો મોટો સેલિબ્રિટી હતો નિશાને!

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, હુમલાખોરો શરૂઆતમાં અન્ય એક મોટા બોલિવૂડ સેલિબ્રિટીને નિશાન બનાવવાની ફિરાકમાં હતા, પરંતુ તેમાં નિષ્ફળ રહેતાં ટાઇગર શ્રોફને ટાર્ગેટ બનાવ્યાનો દાવો છે. સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા ટાઇગરની રવિવારની દિનચર્યા વિશે માહિતી મળ્યાની વાત પણ સામે આવી છે. આ મામલે પોલીસે રાજસ્થાનના કોટાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ નેપાળ ભાગવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે. પોલીસ તપાસમાં રિહાન નામના આરોપીનો લોરેન્સ બિશ્નોઈ ગેંગના અનિલ પંડિત સાથે સંપર્ક હોવાની માહિતી સામે આવી છે. હાલ ત્રણેય આરોપીઓને પૂછપરછ માટે મુંબઈ લાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો