મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'હુમાયુ કબીરે નહીં પરંતુ મમતાએ બાબરી મસ્જિદનો શિલાન્યાસ કર્યો!'પશ્ચિમ બંગાળમાં ભાજપનો મોટો આરોપ

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસ અંગે મુ

'હુમાયુ કબીરે નહીં પરંતુ મમતાએ બાબરી મસ્જિદનો શિલાન્યાસ કર્યો!'પશ્ચિમ બંગાળમાં ભાજપનો મોટો આરોપ

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપે આરોપ લગાવતા કહ્યું કે, મુખ્યમંત્રી બેનર્જીએ જ પોતાના નેતાઓ અને સાંસદો પાસે જ તેના વિરુદ્ધ નિવેદનો અપાવી રહી છે. તૃણમૂલ કોંગ્રેસે મુર્શિદાબાદ જિલ્લામાં મસ્જિદનો શિલાન્યાસ કરનારા ધારાસભ્ય હુમાયુ કબીરને સસ્પેન્ડ કરી દીધા છે.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, "હુમાયુ કબીરે મસ્જિદનો શિલાન્યાસ નથી કર્યો, મમતા બેનર્જીએ આ કર્યું છે. અને તેઓ નાટક કરી રહ્યા છે. તેના નેતાઓ અને સાંસદોને હુમાયુ વિરુદ્ધ નિવેદનો અપાવી રહી છે.

ગિરિરાજસિંહે કહ્યું કે," મમતા બેનર્જી બંગાળની ભૂમિને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજીત કરવાના છુપાયેલા એજન્ડા તરીકે હુમાયુ કબીર દ્વારા તેને લાવવામાં આવી છે. એનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. લાવી હતી. આ શિલાન્યાસ એક સુનિયોજિત રણનીતિના ભાગ રૂપે કરવામાં આવ્યો હતો અને તે ફક્ત બંગાળ પૂરતો મર્યાદિત નથી. મમતા બેનર્જીને તેના પરિણામો ભોગવવા પડશે. 

સિંહે સંસદમાં આગામી ચર્ચા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, "જો ભારતના સૌથી મોટા લોકશાહીના મંદિરમાં વંદે માતરમની ચર્ચા નહીં થાય, તો તે ક્યાં થશે? વંદે માતરમ તેની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ સ્વતંત્રતાનું ગીત બંગાળની ભૂમિ પરથી આવ્યું છે; તેની ચર્ચા થવી જોઈએ. તે ભારતનો વારસો છે..."

અલગ પાર્ટી બનાવવાની તૈયારીઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીએમસીમાંથી સસ્પેન્ડ થયા બાદ હુમાયુ કબીર હવે એક નવી પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે તે 22 ડિસેમ્બરે મોટી જાહેરાત કરી શકે છે. એવા અહેવાલો હતા કે મસ્જિદનો શિલાન્યાસ કરવાના પ્રસ્તાવથી મુખ્યમંત્રી બેનર્જી ધારાસભ્યથી નારાજ હતા. જોકે, પાર્ટીએ આ અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.

આ સમાચાર શેર કરો