VIDEO: 'ના કોઈનું મોત થયું, ના સેના તૈનાત અને 480 PAK હેન્ડલ બ્લોક', CJP આંદોલન વચ્ચે દિલ્હી પોલીસનો મોટો ખુલાસો
દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીકના મુદ્દે ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રદર્શન વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી અફવાઓ અને ભ્રામક પોસ્ટ્સ અંગે દિલ્હી પોલીસે (Delhi Police) શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ (Press Conference) યોજીને મોટો પર્દાફાશ કર્યો છે. સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી (DCP) રોહિત રાજબીર સિંહે જણાવ્યું કે આંદોલન દરમિયાન લોકોમાં દહેશત અને ભ્રમ ફેલાવવાના હેતુથી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
૪૦૦થી વધુ એકાઉન્ટ્સની ઓળખ, પાકિસ્તાનથી ઓપરેટ થતા ૪૮૦ હેન્ડલ્સ બ્લોક
ડીસીપી રોહિત રાજબીર સિંહે માહિતી આપતાં કહ્યું કે દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ એવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ (Social Media Handles) ની ઓળખ કરી છે, જે ખોટી અને ફેક્ટલેસ (Factless) સામગ્રી ફેલાવવામાં સક્રિય હતા. આ ઉપરાંત, પાકિસ્તાન (Pakistan) થી ઓપરેટ થતાં ૪૮૦ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે, જે પ્રદર્શન સાથે જોડાયેલી ખોટી અને ભડકાઉ સામગ્રી સતત વાયરલ કરી રહ્યા હતા.
કેજરીવાલની પોસ્ટ અને મહિલાના મોતનો ફેક દાવો
પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી અફવાઓના અનેક ઉદાહરણો રજૂ કર્યા હતા:
મહિલાના મોતોનો ખોટો દાવો: એક વાયરલ પોસ્ટમાં દાવો કરાયો હતો કે ૨૦ જુલાઈની ઘટનામાં એક મહિલા પ્રદર્શનકારીનું મોત થયું છે. જ્યારે વાસ્તવિકતા એ હતી કે મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને તેની સ્થિતિ સ્થિર હતી.
અરવિંદ કેજરીવાલની પોસ્ટ: આતિશી અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સહિતના નેતાઓ દ્વારા દાવો કરાયો હતો કે દિલ્હી પોલીસ રાતના સમયે પ્રદર્શનકારીઓ પર મોટું ઓપરેશન ચલાવવાની છે. પોલીસે તેને સંપૂર્ણપણે ભ્રામક ગણાવીને ફગાવી દીધો હતો.
ડીપફેક વિડીયો અને સેનાની તૈનાતી: સોશિયલ મીડિયા પર સોનમ વાંગચુક (Sonam Wangchuk) નો એક ડીપફેક વિડીયો (Deepfake Video) વાયરલ કરાયો હતો. આ સિવાય દિલ્હીમાં ભારતીય સેના (Indian Army) ની તૈનાતી અંગેના પણ ફેક વિડીયો (Fake Videos) બનાવીને ફેલાવવામાં આવ્યા હતા.
ફેક ન્યૂઝ રોકવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના
દિલ્હી પોલીસે જણાવ્યું કે અફવાઓ પર તાત્કાલિક કડક પગલાં લેવા માટે એક સ્પેશિયલ સોશિયલ મીડિયા ટાસ્ક ફોર્સ (Special Social Media Task Force) ની રચના કરવામાં આવી છે. આ ટીમ વિવિધ પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ રહેલી સામગ્રી પર ૨૪ કલાક નિરીક્ષણ કરી રહી છે અને ફેક પોસ્ટ્સ સામે તાત્કાલિક ફેક્ટ ચેક (Fact Check) તથા સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી રહી છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ વાયરલ વિડીયો કે મેસેજ પર વિશ્વાસ કરતાં પહેલાં સત્તાવાર સ્ત્રોતો (Official Sources) થી તેની ચકાસણી અવશ્ય કરી લેવી.

