Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Nitish Kumar's posters put up in Patna ahead of Bihar election results

'ટાઇગર અભી જિંદા હૈ', બિહાર ચૂંટણીના પરિણામ પહેલા પટણામાં લાગ્યા નીતિશ કુમારના પોસ્ટર

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે. બિહારમાં EXIT POLLથી નીતિશ કુમારની પાર્ટી JDUમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બિહારમાં ચૂંટણી પરિણામ પહેલા જ પોસ્ટર વોર ચાલુ થઇ ગયું છે.

App Store

JDU ઓફિસની સામે લાગ્યા પોસ્ટર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું એક પોસ્ટર JDU ઓફિસની બહાર લગાવવામાં આવ્યું છે જેના પર લખ્યુ છે, "ટાઇગર અભી જિંદા હૈ". બિહાર સરકારમાં મંત્રી રહેલા રણજીત સિન્હાએ આ પોસ્ટર લગાવડાવ્યું છે. આ પોસ્ટર પર નીતિશ કુમારની તસવીર છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે, "દલિત,મહાદલિત, પછાત,અતિ પછાત,સવર્ણ, લઘુમતીના સંરક્ષક, 'ટાઇગર અભી જિંદા હૈ'.

પોસ્ટર પર દલિત,મહાદલિત,પછાત,અતિ પછાત,સવર્ણ અને લઘુમતીઓનો ઉલ્લેખ કરી આ વાત કહેવાનો પ્રયાસ કરાયો છે કે નીતિશ કુમારે હંમેશા તમામ વર્ગોનું ધ્યાન રાખ્યુ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ પોતાની સિદ્ધિઓમાં તેનો ઉલ્લેખ કરતા રહે છે. આ પોસ્ટરને એવા સમયે લગાવવામાં આવ્યું છે જ્યારે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે.

બિહારમાં EXIT POLL અનુસાર બની શકે છે NDA સરકાર

બીજી તરફ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા તમામ EXIT POLL આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે ફરી NDAની સરકાર બની શકે છે. બિહારમાં સરકાર બનાવવા માટે 122 બેઠકની જરૂર છે અને મોટાભાગના EXIT POLLના માધ્યમથી જે આંકડા આવ્યા છે તેમાં પૂર્ણ બહુમત સાથે NDAની સરકાર બનતી જોવા મળી રહી છે. હવે જોવાનું રહેશે કે EXIT POLL અને ચૂંટણી પરિણામ કેટલા અસરકારક સાબિત થાય છે.