VIDEO: આસામ પૂર પીડિતોને નીતા અંબાણીનું ₹21 કરોડનું યોગદાન
સોર્સ : gstv
રિલાયન્સ ફાઉન્ડેશનના નીતા અંબાણીએ આસામમાં વિનાશક પૂરથી પ્રભાવિત પરિવારોને મદદ કરવા મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ૨૧ કરોડ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી છે….રિલાયન્સ ફાઉન્ડેશને ઉપલા આસામમાં નિષ્ણાતો, સ્વયંસેવકો અને સામગ્રીની ત્વરિત તૈનાતી કરીને વ્યાપક રાહત કાર્ય શરૂ કર્યું છે. નીતા અંબાણીએ કહ્યું કે અમારા વિચારો અને પ્રાર્થનાઓ આસામના લોકો સાથે છે. પ્રભાવિત પરિવારો જાણે કે તેઓ એકલા નથી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર માન્યો છે. કોવિડકાળમાં પણ મળેલા સમર્થનને યાદ કરતાં તેમણે જમીન પર ચાલતા રાહત કાર્યો માટે પ્રશંસા કરી છે…

