VIDEO: ભલેસામાં NHM કર્મચારીઓની 72 કલાક હડતાળ
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના ભલેસામાં નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM કર્મચારીઓ દ્વારા 72 કલાકની પેન-ડાઉન હડતાળ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પર અસર જોવા મળી રહી છે. કર્મચારીઓ લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. હડતાળ દરમિયાન કર્મચારીઓએ સરકાર સમક્ષ તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવાની માંગ કરી છે. આરોગ્ય કર્મચારીઓના કામકાજથી દૂર રહેવાના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હડતાળના કારણે હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સેવાઓ પ્રભાવિત થઈ હોવાના દૃશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન હડતાળને લઈને કર્મચારીઓના રિએક્શન પણ સામે આવ્યા છે.

