VIDEO : લગ્નના માંડવેથી સીધા મતદાન મથકે પહોંચ્યું નવયુગલ, કર્યો મતાધિકારનો ઉપયોગ
સોર્સ : GSTV
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 દરમિયાન કાંચીપુરમમાં લોકશાહી પ્રત્યેની અતૂટ નિષ્ઠા દર્શાવતી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. અહીં એક નવપરિણીત યુગલે લગ્નની વિધિઓ પૂર્ણ કર્યાના તરત બાદ જ મતદાન મથક પર પહોંચીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વર-કન્યા લગ્નના પરંપરાગત પોશાકમાં જ સીધા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા હતા. લગ્ન જેવા અંગત અને મહત્વના પ્રસંગે પણ નાગરિક તરીકેની ફરજને અગ્રતા આપતા આ યુગલની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. મતદાન મથક પર હાજર લોકોએ આ નવદંપતીને વધાવ્યું હતું અને આ દ્રશ્ય અન્ય મતદારો માટે પણ જવાબદાર નાગરિક બનવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

