Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : New look of BJP after 2024! Nitin Navin's new army is ready, which plan of PM Modi will be worked on? Look inside!

VIDEO: 2024 પછી ભાજપનું નવું રૂપ! નીતિન નવીનની નવી ફોજ તૈયારસ પીએમ મોદીના કયા પ્લાન પર થશે કામ? જુઓ અંદરની વાત!

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નવા રાષ્ટ્રીય હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને નવી ટીમ અંગે મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને દેશના ભવિષ્યનું નિર્માણ કરતી ટીમ ગણાવી છે.

App Store

ટીમ માટે નીતિન નવીનનો મહત્વપૂર્ણ સંદેશ

નવી રાષ્ટ્રીય કારોબારી અને હોદ્દેદારોની જાહેરાત બાદ નિવેદન આપતા ભાજપ અધ્યક્ષ નીતિન નવીને જણાવ્યું હતું કે: હું માનું છું કે આ ભાજપના ભવિષ્યની ટીમ છે અને સાથોસાથ ભારતના ભવિષ્યની પણ ટીમ છે. હું આ નવી ટીમના તમામ સભ્યોને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું."

વડાપ્રધાનના સંકલ્પોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

ભાજપ અધ્યક્ષે ટીમના ભાવિ રોડમેપ અંગે વાત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, આ નવી ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને તેમના સંકલ્પોને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવાનું મુખ્ય કામ કરશે. તેમણે ઉમેર્યું હતું કે પાર્ટી કાર્યકર્તાઓ સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા, સામાન્ય જનતા સાથે સતત જીવંત સંવાદ જાળવી રાખવા અને દ્રઢ પ્રતિબદ્ધતા સાથે રાષ્ટ્રહિતમાં કામ કરવા માટે આ ટીમ સંપૂર્ણ સમર્પણ સાથે મેદાનમાં ઉતરશે.