VIDEO: રશિયાએ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડને સોંપી મોટી જવાબદારી
ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડને એક મહત્ત્વની આંતરરાષ્ટ્રીય જવાબદારી મળી છે. રશિયાએ યુક્રેનની સરકારી ઓશાડ બેંક સાથે ચાલી રહેલા કરોડો ડૉલરના રોકાણ વિવાદમાં તેમને પોતાના મધ્યસ્થ તરીકે પસંદ કર્યા છે. આ સમગ્ર વિવાદ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન બૅંકને થયેલા મોટા આર્થિક નુકસાન અને તેના વળતરના દાવાઓ સાથે જોડાયેલો છે. ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂના અહેવાલ મુજબ, આ હાઇ-પ્રોફાઇલ વિવાદનો ઉકેલ લાવવા માટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે કોસ્ટા રિકાના પૂર્વ વેપાર મંત્રી ડિયાલા જિમેનેજને રશિયા અને યુક્રેન બંનેની સંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે રશિયા તરફથી ભારતના પૂર્વ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ અને યુક્રેનની ઓશાડબૅંક તરફથી ગ્રીસના પ્રોફેસર સ્તાવરોસ બ્રેકૌલકિસ આ કમિટીમાં મધ્યસ્થ તરીકે સામેલ થશે.

