VIDEO: રસુવા અને ત્રિશૂલી વિસ્તારમાં પૂરના કારણે નેપાળ આર્મીનું વિશાળ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
સોર્સ : gstv
નેપાળના રસુવા જિલ્લામાં આવેલા ત્રિશૂલી અને ભોટેકોશી નદીના વિસ્તારમાં ભયાનક પૂર આવતા ભારે તારાજી સર્જાઈ છે. આ પૂરના કારણે અનેક રસ્તાઓ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ગંભીર નુકસાન પહોંચ્યું છે, જેના લીધે સુરંગોમાં ઘણા લોકો ફસાઈ ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેપાળ આર્મી દ્વારા મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હેલિકોપ્ટર અને વિશેષ ટીમની મદદથી અત્યાર સુધીમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખરાબ હવામાન અને કાદવના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારે પડકારો આવી રહ્યા છે, પરંતુ સૈન્ય જવાનો સતત લોકોના જીવ બચાવવા પ્રયત્નશીલ છે.

