VIDEO: અમિત શાહ કે વડાપ્રધાન મોદીમાં લાઠીચાર્જ અને બર્બરતાનો જવાબ આપવાની હિંમત નથી: રાહુલ ગાંધી
સોર્સ : gstv
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે વિપક્ષ અને સરકાર વચ્ચે ગતિરોધ યથાવત છે. સંસદમાં સતત અમિત શાહ પાસે જવાબની માગ થઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ના તો વડાપ્રધાન મોદીમાં કે ના તો ગૃહમંત્રી અમિત શાહમાં સંસદમાં આવીને આપણા વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતાનો જવાબ આપવાની હિંમત છે. રાહુલે કહ્યું કે, ભારતના વિદ્યાર્થીઓ માટે આ એક સ્પષ્ટ સંદેશ છે...કે તેમને નથી લાગતું કે તમારા પર થયેલી હિંસા તેમની કોઈપણ ટિપ્પણી લાયક પણ છે.

