મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NCERTએ ધો.7ના નવા પુસ્તકોમાંથી મુઘલ અને દિલ્હી સલ્તનતને લગતાં પ્રકરણ હટાવ્યાં, જાણો શા માટે લેવામાં આવ્યો નિર્ણય

ધો.7ના NCERT પાઠયપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતને લગતા

NCERTએ ધો.7ના નવા પુસ્તકોમાંથી મુઘલ અને દિલ્હી સલ્તનતને લગતાં પ્રકરણ હટાવ્યાં, જાણો શા માટે લેવામાં આવ્યો નિર્ણય

ધો.7ના NCERT પાઠયપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતને લગતા પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય રાજવંશો, પવિત્ર ભૂગોળ, મહાકુંભ, મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવ, બેટી પઢાઓ અંગેના પ્રકરણો સામેલ કરવામાં આવ્યા છે. 

 2023ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા

ચાલુ સપ્તાહમાં જારી કરવામાં આવેલા નવા પાઠયપુસ્તકો નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અને નેશનલ કરીકયુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન (NCFSE), 2023ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે NEPઅને (NCFSE), શાળા શિક્ષણમાં ભારતીય પરંપરાઓ, તત્ત્વજ્ઞાાન, જ્ઞાાન પ્રણાલી અને સ્થાનિક સંદર્ભને સામેલ કરવા પર ભાર મૂકે છે. જ્યારે આ અંગે NCERTના અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે જણાવ્યું હતું કે આ પુસ્તકનો પ્રથમ ભાગ છે અને બીજો ભાગ આગામી મહિનાઓમાં જારી કરવામાં આવશે.

 તઘલક, ખિલજી, મમલુક અને લોદી રાજવંશ સહિત મુઘલો અને દિલ્હી સલ્તનતના પ્રકરણોમાં છટણી કરી 

જો કે દૂર કરવામાં આવેલા પ્રકરણનો બીજા ભાગમાં સામેલ કરવામાં આવશે કે નહીં તે અંગે તેમણે કંઇ પણ જણાવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ NCERTએ તઘલક, ખિલજી, મમલુક અને લોદી રાજવંશ સહિત મુઘલો અને દિલ્હી સલ્તનતના પ્રકરણોમાં છટણી કરી હતી.  જો કે નવા પુસ્તકોમાં તેમના તમામ સંદર્ભ દૂર કરવામાં આવ્યા છે. નવા પુસ્તકમાં તમામ નવા પ્રકરણો છે અને તેમાં મુઘલ અને દિલ્હી સલ્તનતનો કોઇ ઉલ્લેખ નથી.

આ સમાચાર શેર કરો