VIDEO: 11 સપ્ટેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, ગુજરાતના 75 હજાર કર્મચારીઓ જોડાશે
અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ બેન્કિંગ કામગીરી શરૂ રાખવાની માંગણી સાથે રાજ્યભરના બેન્ક કર્મચારીઓ દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા બે વર્ષ અગાઉ આ અંગે એમઓયુ કરવામાં આવ્યા હોવા છતાં તેનો અમલ ન થતાં કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
બેન્ક કર્મચારીઓની હડતાળ અને તેની અસરો
આગામી 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના આશરે 75,000 બેન્ક કર્મીઓ એક દિવસની હડતાળ પર ઉતરવાના છે, જેના કારણે રાજ્યભરની 5400 શાખાઓની કામગીરી અટકી જશે અને અંદાજે 15,000 કરોડ રૂપિયાના બેન્કિંગ વ્યવહારો ખોરવાઈ જવાની શક્યતા છે. આ રાષ્ટ્રવ્યાપી આંદોલન અંતર્ગત દેશભરમાં લગભગ 7 લાખ જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાશે. જો આ હડતાળ છતાં કોઈ ઉકેલ નહીં આવે, તો કર્મચારીઓ દ્વારા 28થી 30 સપ્ટેમ્બર સુધી પુનઃ હડતાળ કરવામાં આવશે અને તેમ છતાં માંગણી નહીં સંતોષાય તો 26 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.ઓનલાઈન કેલ્ક્યુલેટર વાપરો
મુખ્ય માંગણીઓ અને વિરોધનું કારણ
કર્મચારીઓની મુખ્ય માંગ એ છે કે બેન્કિંગ કામગીરી અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર) જ ચાલુ રાખવામાં આવે અને શનિવાર તથા રવિવારે કામ સંપૂર્ણપણે બંધ રહે. આ શરતના બદલામાં કર્મચારીઓએ દરરોજ ઓફિસના નિર્ધારિત સમય કરતાં 40 મિનિટ વધુ કામ કરવાની તૈયારી દર્શાવી હતી, જેને પગલે માર્ચ 2024માં આ માંગણી સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ બે વર્ષ વીતી જવા છતાં આ નિયમનો અમલ કરવામાં આવ્યો નથી. હાલમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે જ રજા હોય છે અને બાકીના શનિવારે કામગીરી ચાલુ રહે છે. દિલ્હી ખાતે લેબર કમિશનર સાથે સતત બે દિવસ બેઠકો યોજવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ હડતાળનું પગલું ભરવું પડ્યું છે.
ભાગ લેનારા યુનિયનો
આ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં દેશ અને રાજ્યના મુખ્ય બેન્ક યુનિયનો જોડાઈ રહ્યા છે, જેમાં…
ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ (એઆઇબીઇએ)
ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન (એઆઇબીઓસી)
નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઇઝ (એનસીબીઇ)
બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીઇએફઆઇ)
ઇન્ડિયન નેશનલ બેન્ક ઓફિસર્સ કોંગ્રેસ (આઈએનબીઓસી) - ઇન્ડિયન નેશનલ બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન (આઈએનબીઇએફ)
ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન (એઆઇબીઓએ)નો સમાવેશ થાય છે.

