VIDEO: ફર્નિચર રેન્ટિંગ કંપની રેન્ટોમોજોનો આઈપીઓ ૯ સપ્ટેમ્બરે ખુલ્લો થશે: રૂ. ૩૮૪ થી ૪૦૪ પ્રતિ શેર પ્રાઈઝ બેન્ડ નક્કી કરાઈ
વર્તમાન સમયમાં રેન્ટ ફર્નિચર અને હોમ એપ્લાયન્સની માંગ વધી છે. ખાસ કરીને મુંબઈ, દિલ્હી અમદાવાદ જેવી સિટીમાં આ ચલણ વધતું જાય છે. રેન્ટોમોજો લિમિટેડ આ જ પ્રકારની સેવા પૂરી પાડતી કંપની છે.. છેલ્લા કેટલાક વર્ષોમાં આ કંપનીનો ગ્રોથ ઝડપથી થઈ રહ્યો છે ત્યારે રેન્ટોમોજો આઇપીઓ લઈને આવ્યું છે...રેન્ટોમોજો લિમિટેડ ઈક્વિટી શેયરના તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર 9 સપ્ટેમ્બરના રોજ ખુલશે.... ઓફરનો પ્રાઈઝ બેન્ડ ઈક્વિટી શેર દીઠ 384 થી 404 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે... બિડ્સ લઘુતમ 37 ઈક્વિટી શેયર અને ત્યારબાદ 37 ઈક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે....ઓફરમાં 150 કરોડ રૂપિયા સુધીના મૂલ્યના ફ્રેશ ઈશ્યુ અને ઈક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. દરેક ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા છે...કંપની દ્વારા મેળવવામાં આવેલા કેટલાક બાકી ઋણ અને તેના પરના વ્યાજની સંપૂર્ણ કે અંશતઃ પુનઃચુકવણી, કંપનીના વેરહાઉસીસ અને એક્સપિરિયન્સ સ્ટોર્સ માટેની લીઝ રેન્ટલ અને લાયસન્સ ફીની ચુકવણી માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે...

