VIDEO: મંત્રાલય ભવન પર ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો અડધી કાઠીએ
સોર્સ : gstv
કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના દુઃખદ અવસાન પર ભારતે જાહેર કરેલા એક દિવસીય રાષ્ટ્રીય શોકના ભાગરૂપે મુંબઈમાં પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સત્તાવાર મુખ્ય મથક એવા મંત્રાલય ભવન પર ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો અડધી કાઠીએ રાખવામાં આવ્યો છે. સામે આવેલા દ્રશ્યોમાં દિવંગત નેતાના માનમાં મંત્રાલયની મુખ્ય ઇમારત પર ધ્વજ ઝૂકેલો જોઈ શકાય છે. ભારત સરકારે કતાર સાથેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને પૂર્વ અમીરના યોગદાનને માન આપવા માટે આ નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય શોક પ્રોટોકોલ હેઠળ આજે તમામ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે.

