મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: એક વ્યક્તિના 10 વોટ અને 4 બૂથ પર નામ! અખિલેશ યાદવે SIR પ્રક્રિયા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મતદાર યાદી સુધારણા અને 'SIR' કવાયત પર ગંભીર સવાલો ઉઠાવતા ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તમામ દાવાઓ છતાં મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિઓ જોવા મળી રહી છે, જેને ચૂંટણી પંચ માત્ર "નાની ભૂલ" ગણાવીને ટાળી શકે નહીં.

લખનૌમાં આપેલા નિવેદનમાં અખિલેશ યાદવે જણાવ્યું કે, "એસઆઈઆર (SIR)ને લઈને ચાલી રહેલી તમામ ચર્ચાઓ અને મોટા-મોટા દાવાઓ વચ્ચે પણ એક જ વ્યક્તિના 10 મત હોવા અને એ જ એક વ્યક્તિના વોટ ચાર અલગ-અલગ પોલિંગ બૂથો પર વહેંચાયેલા હોવા એ ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે."

"આ નાની ભૂલ નથી, મોટી ગરબડ છે"

ચૂંટણી પંચના વલણ સામે નારાજગી વ્યક્ત કરતાં સપા સુપ્રીમોએ કહ્યું કે, "ચૂંટણી પંચ આ ગરબડોને 'મામૂલી ભૂલો' કહીને સ્વીકારી રહ્યું છે, પરંતુ આ કોઈ નાની ક્ષતિ નથી; આ બહુ મોટી ભૂલો છે. લોકશાહીમાં આ પ્રકારની બેદરકારી ચલાવી શકાય નહીં."

સપા કાર્યકરો અને PDA પ્રહરીઓની જીત ગણાવી

અખિલેશ યાદવે મતદાર યાદીની ગેરરીતિઓ ઉજાગર કરવાનો શ્રેય પોતાની પાર્ટીના કાર્યકરોને આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ અને 'પીડીએ પ્રહરીઓ' (PDA Praharis)ની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે કે તેમના દબાણ અને સતર્કતાને કારણે ચૂંટણી પંચે આખરે સ્વીકારવું પડ્યું છે કે મતદાર યાદીમાં ગેરરીતિઓ છે અને તેઓ તેને સુધારશે."

આ સમાચાર શેર કરો