Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mysterious disease spreads in Andhra Pradesh village

આંધ્ર પ્રદેશના ગામમાં ફેલાઈ રહસ્યમય બીમારી, 20 લોકોએ ગુમાવ્યા જીવ; CMએ જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2025
લાઇવ ટીવીGoogle News
આંધ્ર પ્રદેશના ગામમાં ફેલાઈ રહસ્યમય બીમારી, 20 લોકોએ ગુમાવ્યા જીવ; CMએ જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી
સોર્સ : GSTV

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે (5 સપ્ટેમ્બર) ગુંટુર જિલ્લાના તુરાકાપાલેમ ગામમાં છેલ્લા બે મહિનામાં રહસ્યમય બીમારીથી ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુ બાદ સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે. સરકારે આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તબીબી ટીમો મોકલી છે.

App Store

સ્વાસ્થ્ય અધિકારીઓએ ગામની મુલાકાત લીધી

સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે તબીબી શિક્ષણ નિયામક ડો. રઘુનંદનના નેતૃત્વ હેઠળની એક ટીમે સંપૂર્ણ તપાસ માટે તુરાકાપાલેમ ગામની મુલાકાત લીધી છે. તપાસ ચાલુ છે, ત્યારે અધિકારીઓને મેલિઓઈડોસિસ નામના બેક્ટેરિયલ ઈન્ફેક્શનની શંકા છે. આ શંકા પ્રાથમિક પ્રયોગશાળાના અહેવાલો પર આધારિત છે જેમાં ગ્રામજનોમાં આ ઈન્ફેક્શનના બે કેસોની પુષ્ટિ થઈ છે.

મેલિયોઈડોસિસ એક ગંભીર બેક્ટેરિયલ ઈન્ફેક્શન 

મેલિયોઈ'ડોસિસ એ એક ગંભીર બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે જે બુર્કહોલ્ડેરિયા સ્યુડોમેલેઈ નામના બેક્ટેરિયમને કારણે થાય છે, જે સામાન્ય રીતે માટી અને સ્થિર પાણીમાં જોવા મળે છે, ખાસ કરીને ચોમાસા અને પૂરની ઋતુમાં. જો કે, એન્ટિબાયોટિક્સના લાંબા કોર્સથી તેની સારવાર થઈ શકે છે, સમયસર નિદાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

2,500 રહેવાસીઓની વ્યાપક સ્વાસ્થ્ય તપાસના આદેશ

મેલિઓઈડોસિસ ડાયાબિટીસ જેવા પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગો ધરાવતા વ્યક્તિઓને અસર કરે છે, તેથી કિડનીના કાર્ય, બ્લડ પ્રેશર અને બ્લડ સુગરના સ્તરની તપાસ સહિત, તમામ 2,500 રહેવાસીઓની વ્યાપક આરોગ્ય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

ફેફસાંને ગંભીર નુકસાન

અધિકારીઓએ મૃત્યુમાં એક પેટર્ન નોંધ્યું છે, જેમાં મોટાભાગના પીડિતો 55 વર્ષની આસપાસના પુરૂષો હતા જેમને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી. લક્ષણો ઘણીવાર તાવ અને ઉધરસથી શરૂ થાય છે અને ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.