Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'My wife died and I watched her being trampled under people's feet', Mahakumbh victim

'મારી પત્નીનું મોત થયું અને હું લોકોના પગ નીચે કચડાતો જોતો રહ્યો', મહાકુંભના પીડિતે બતાવી આપવીતિ

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2025
લાઇવ ટીવીGoogle News
'મારી પત્નીનું મોત થયું અને હું લોકોના પગ નીચે કચડાતો જોતો રહ્યો', મહાકુંભના પીડિતે બતાવી આપવીતિ

પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવારની રાત્રે ભીડ એટલી વધી ગઈ કે, નાસભાગ મચી ગઈ. સંગમ કિનારે ભીડના કારણે નાસભાગમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. ઈજાગ્રસ્તોને કુંભ ક્ષેત્રના સેક્ટર-2માં બનાવવામાં આવેલી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

App Store

'મારી મા દબાઈને મરી ગઈ...'

આ દરમિયાન દુર્ઘટના સમયે ત્યાં હાજર પીડિતોએ મીડિયા સાથે વાત કરતાં કરી હતી. બિહારના ઔરંગાબાદથી સૂરજ યાદવ નામના વ્યક્તિએ જણાવ્યું કે, 12-13 લોકો ગંગા સ્નાન માટે આવ્યા હતા. એ દરમિયાન નાસભાગ મચી અને મારી મા દબાઈને મરી ગઈ. 

'હું અડધો કલાક સુધી દબાયેલો હતો...'

દુર્ઘટનામાં પોતાની પત્નીને ગુમાવનાર ફૂલચંદ વિશ્વકર્મા નામના વ્યક્તિએ જણાવ્યું કે, રાત્રે ગંગામાં સ્નાન કરીને નીકળ્યા તો જોયું કે, ત્યાંથી ગેટ ખુલ્લો હતો. બંને બાજુ પબ્લિક હતી. લોકો એકબીજાને કચડી-કચડીને ભાગી રહ્યા હતા. મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું અને હું અડધો કલાક ભીડમાં નીચે દબાયેલો હતો.

'માણસો પર માણસ પડતા રહ્યા...'

ઔરંગાબાદથી જ આવેલા વિનય કુમાર નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, અમુક લોકો ઘાટ તરફ જઈ રહ્યા હતા. એટલાંમાં આગળ વધેલા અમુક લોકો આગળ વધ્યા અને અમુક લોકો પાછા આવવા લાગ્યા. અહીંથી જઈ રહેલા લોકોએ ધક્કો માર્યો તો કોઈ બહાર જ ન નીકળી શક્યું અને તે જગ્યાએ કોઈ પોલીસ નહતી. આ દરમિયાન ભીડમાં લોકો પડ્યા અને બાદમાં માણસો પર માણસો પડતા રહ્યા. કોઈ ઉભા ન શક્યા અને દબાઈ કચડાઈને લોકોના મોત થઈ ગયા.

મહાકુંભમાં કેવી રીતે થયો અકસ્માત?

મૌની અમાવસ્યા પર સ્નાનના કારણે મંગળવારે રાત્રે 2 વાગ્યે સંગમ તટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન બેરિકેડિંગનો એક ભાગ તૂટીને પડી ગયો અને નાસભાગ મચી ગઈ. થોડી જ મિનિટોમાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ અને લોકો ગમે ત્યાં ભાગવા લાગ્યા. અનેક શ્રદ્ધાળુઓનો સામાન પડી ગયો, જેનાથી અવ્યવસ્થા ફેલાઈ ગઈ. લોકો એકબીજાને કચડી રહ્યા હતા.

આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, અમે આરામથી જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ભીડ આવી ગઈ, ધક્કા-મુક્કી થવા લાગી. અમે બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંય જગ્યા નહતી. બધા જ્યાં-ત્યાં ભાગવા લાગ્યા, ઘણાં લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. સ્થિતિ એવી હતી કે, ખબર જ ન પડી શું થઈ રહ્યું છે.'

મોડી રાત્રે નાસભાગની સૂચના મળતાં જ પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી. આ વિસ્તારમાં પહેલેથી જ ફાયર સર્વિસ ઑલ-ટેરેન વ્હીકલ હાજર હતા, જેની મદદથી ઘણાં ઈજાગ્રસ્તોને કાઢવામાં આવ્યા હતા. 

અત્યાર સુધી 19.94 કરોડ લોકોએ લગાવી ગંગામાં ડૂબકી

જણાવી દઈએ કે, સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 13 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભમાં અત્યાર સુધી લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. બુધવારે (29 જાન્યુઆરી) મૌની અમાવસ્યા પર 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અહીં પહોંચવાની આશા વ્યક્ત કરી હતી. આ દરમિયાન આ અકસ્માતે ઘણી સ્થિતિ બદલી દીધી છે.