VIDEO: મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર ખોરવાયો! પાલઘર-નાલાસોપારામાં ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનો રદ, શાળા-કોલેજોમાં રજા
સોર્સ : gstv
મુંબઈમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રના પાલઘર, સફાળા અને નાલાસોપારા વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. સલામતીના કારણોસર ઘણી મેલ-એક્સપ્રેસ અને લોકલ ટ્રેનોના રૂટ ટૂંકાવવા અથવા કેન્સલ કરવા પડ્યા છે. વસઈ, વિરાર અને નાલાસોપારાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને પાણી ઉતરવાની રાહ જોવાઈ રહી છે. વરસાદી સ્થિતિને જોતા પાલઘર અને મુંબઈમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મુસાફરોને મુસાફરી કરતા પહેલા ટ્રેનનું સ્ટેટસ તપાસવા વિનંતી કરવામાં આવી છે.

