VIDEO: મુંબઈ-અમદાવાદનો રેલ વ્યવહાર ખોરવાયો
સોર્સ : gstv
મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે..સ્થિતિની ગંભીરતાને જોતાં બહારગામથી આવતી-જતી અસંખ્ય મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરાઈ છે.. અથવા તો મુસાફરોની સુરક્ષા ખાતર તેમના રૂટ ટૂંકાવીને અધવચ્ચેથી જ પરત વાળવામાં આવી રહી છે. ખાસ કરીને મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વિરાર, નાલાસોપારા અને વસઈ પાસે ટ્રેનોની ગતિ પર બ્રેક લાગી ગઈ છે, જેના લીધે લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો અત્યંત ધીમી ધારે આગળ વધી રહી છે.આ તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે રેલવે તંત્ર એલર્ટ અને સજ્જ બન્યું છે.

