Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mughals called Shivaji Maharaj 'rat', today youth called 'cockroach': Uddhav Thackeray

VIDEO: મુઘલોએ શિવાજી મહારાજને 'ઉંદર' કહ્યા હતા, આજે યુવાનોને 'કોકરોચ' કહેવામાં આવી રહ્યા છે: ઉદ્ધવ ઠાકરે

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શિવસેના (UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) બુધવારે એક કાર્યક્રમ દરમિયાન દેશના યુવાનો અર્થાત જેન-જી (Gen-Z) ની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj) સાથે કરી હતી. તેમણે દેશના યુવાનોને 'કોકરોચ' (Cockroach) કહીને નકારવા બદલ કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જે રીતે આજે નવી પેઢીનું અપમાન કરવામાં આવી રહ્યું છે, બરાબર તે જ રીતે ઇતિહાસમાં મુઘલોએ પણ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજને 'ઉંદર' (Rat) કહ્યા હતા.

App Store

યુવાનો અને શિવાજી મહારાજનું ઉદાહરણ

મુંબઈમાં (Mumbai) એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સભાને સંબોધતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જે ૧૩ થી ૨૮ વર્ષની વયના જૂથને 'કોકરોચ' કહીને અપમાનિત કરવામાં આવ્યા, તેઓ વાસ્તવમાં જેન-જી શ્રેણીના યુવાનો છે.

તેમણે ઉમેર્યું હતું કે, "છત્રપતિ શિવાજી મહારાજે પણ માત્ર ૧૭ વર્ષની નાની વયે તોરણા કિલ્લો (Torna Fort) જીતી લીધો હતો. આ ઉપરાંત સંત જ્ઞાનેશ્વરે પણ ખૂબ જ નાની ઉંમરે 'જ્ઞાનેશ્વરી' (Gyaneshwari) ની રચના કરી હતી. બંનેને પોતાના સમયમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેથી અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ આજના યુવાનોને નાના કે નબળા ન આંકવા જોઈએ."

સાંસદો વધારવા કરતાં રોજગારી વધારો

લોકસભાના (Loksabha) સભ્યોની સંખ્યા વધારવા સાથે જોડાયેલા પ્રસ્તાવિત બિલ (Bill) પર સવાલ ઉઠાવતા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "સાંસદોની સંખ્યા વધારવાને બદલે દેશમાં રોજગારીની તકો (Employment Opportunities) વધારવી જોઈએ." તેમણે પ્રશ્ન કર્યો હતો કે જો હાલના ૫૫૦ સાંસદોને પણ ગૃહમાં બોલવાનો પૂરતો સમય નથી મળતો, તો ૮૫૦ સાંસદો થયા પછી તેમને બોલવાનો સમય કેવી રીતે મળશે?

નીટ વિરોધ પ્રદર્શન અંગે યુવાનોની પ્રશંસા

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અર્થાત નીટ (NEET) પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરનારા અને તત્કાલીન કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરનારા યુવાનોની તેમણે પ્રશંસા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, જ્યારે લોકોને એવું લાગવા માંડ્યું હતું કે લોકશાહી (Democracy) ખતમ થઈ ગઈ છે, ત્યારે યુવાનોએ પોતાના આંદોલન (Agitation) દ્વારા તેમાં નવો પ્રાણ પૂરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, સંસદના ચોમાસું સત્ર (Monsoon Session) દરમિયાન રાજકીય નેતાઓ દ્વારા ભાષણોમાં 'Gen Z' શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેવામાં ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન રાજકીય રીતે ખૂબ મહત્વનું માનવામાં આવે છે.