VIDEO: દિલ્હીમાં 7 હજારથી વધુ સીજેપી સમર્થકોની અટકાયત, નેહા બોરાને છોડવામાં આવી
સોર્સ : gstv
દિલ્હીના જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરનાર કોકરોચ જનતા પાર્ટીના કુલ 7 હજારથી વધુ સમર્થકોની અટકાયત કરવામાં આવી છે... આ પહેલા સીજેપીના સ્થાપક અભિજીત દીપકે અને સહ-સંયોજકો આશુતોષ રાંકા તથા સૌરવ દાસની અટકાયત કરી હતી...પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક જાણીતી હસ્તીઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે... શહેરમાં આશરે 25 હજારથી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કુલ ૪૫ મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તથા સમગ્ર રાજધાનીમાં દેખરેખ વધારી દેવામાં આવી છે..

