VIDEO: દારૂની ખાલી બોટલો નીચે સંતાડેલો ૬ ક્વિન્ટલથી વધુ ગાંજો જશપૂર પોલીસે ઝડપ્યો
સોર્સ : gstv
છત્તીસગઢના જશપુર જિલ્લામાં પોલીસે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરતા લાવાકેરા ચેકપોસ્ટ પરથી ૬ ક્વિન્ટલથી વધુનો ગેરકાયદેસર ગાંજો જપ્ત કર્યો છે. ઓડિશા સરહદ પરથી આવી રહેલા એક ટ્રકને શંકાના આધારે રોકીને તલાશી લેતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તસ્કરોએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ટ્રકમાં દારૂની ખાલી બોટલોના બોક્સની નીચે ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો. જોકે, ઝીણવટભરી તપાસ દરમિયાન પોલીસે ૬૦૦ કિલોથી વધુનો ગાંજો જપ્ત કરીને સ્મગલરોની અટકાયત કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આંતરરાજ્ય નશાના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.

