Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Minister reached Chhattisgarh Legislative Assembly by e-rickshaw

VIDEO: છત્તીસગઢ વિધાનસભામાં ઈ-રિક્શા દ્વારા પહોંચ્યા મંત્રી

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છત્તીસગઢના રાયપુરમાં શરૂ થઈ રહેલા વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. રાજ્યના ટેકનિકલ શિક્ષણ મંત્રી ગુરુ ખુશવંત સાહેબ અને ભાજપના ધારાસભ્ય લલિત ચંદ્રાકર પોતાની લક્ઝરી સરકારી ગાડીઓ છોડીને પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણ મુક્ત વાહનવ્યવહારનો સંદેશ આપવા માટે ઈ-રિક્શામાં સવાર થઈને વિધાનસભા ભવન પહોંચ્યા હતા. સામે આવેલા દ્રશ્યોમાં બંને નેતાઓ સામાન્ય નાગરિકની જેમ ઈ-રિક્શામાં બેસીને હસતા મુખે ગૃહ તરફ જતા જોવા મળી રહ્યા છે. મંત્રી ગુરુ ખુશવંત સાહેબે જણાવ્યું કે, ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે તેમણે આ નવતર પ્રયોગ કર્યો છે. નેતાઓનો આ સાદગીપૂર્ણ અંદાજ સોશિયલ મીડિયા પર અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

App Store