VIDEO: દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 9 નો વધારો ઝીંકાયો, 93 પ્રતિ લિટરે મળતું દૂધ હવે રૂ. 102 પ્રતિ લિટર મળશે
મુંબઈમાં તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ નાગરિકોના રસોડાના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. 1 સપ્ટેમ્બર 2026 થી મુંબઈમાં તબેલાના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 9 નો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારા બાદ રૂ. 93 પ્રતિ લિટરે મળતું દૂધ હવે રૂ. 102 પ્રતિ લિટર મળશે. આ નવી કિંમતો 1 સપ્ટેમ્બર 2026 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી અમલમાં રહેશે. તહેવારો દરમિયાન ઘરોમાં દૂધનો વપરાશ વધે છે, ત્યારે રોજિંદા દૂધ ખરીદતા હજારો પરિવારો માટે આ વધારો આર્થિક બોજ સમાન સાબિત થશે.
પશુ આહાર અને ઘાસચારાના ભાવ વધતાં ખર્ચ વધ્યો
દૂધ ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ડેરી કારોબારમાં પડતર કિંમત સતત વધી રહી છે. અનાજ, તવેર, ચણાની દાળ અને પશુ આહારની કિંમતમાં 25% સુધીનો વધારો થતાં ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. આ ઉપરાંત પશુઓની ખરીદી ખર્ચ, ખલી અને અન્ય જરૂરી સાધનો પણ મોંઘા થયા છે. જૂના ભાવે દૂધ વેચવું આર્થિક રીતે અત્યંત મુશ્કેલ બની ગયું હોવાથી ઉત્પાદકોએ સર્વસંમતિથી ભાવવધારાનો નિર્ણય લેવો પડ્યો છે.
રાજ્યભરમાં 1.6 લાખ લિટર ભેળસેળ વાળુ દૂધ જપ્ત
સિંથેટિક દૂધ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીઓ સીલ
તપાસ દરમિયાન એવી ગેરકાયદેસર યુનિટ્સ પકડાયું છે. જ્યાં સ્કિમ્ડ મિલ્ક પાવડર, પાણી, ઇમલ્સિફાયર, કાસ્ટિક સોડા અને ઔદ્યોગિક કેમિકલ્સનો ઉપયોગ કરીને ઝેરી સિંથેટિક દૂધ બનાવવામાં આવતું હતું. આ કેસમાં અનેક પ્રોડક્શન યુનિટ્સ સીલ કરીને FIR દાખલ કરવામાં આવી છે અને આરોપીઓની અટકાયત કરાઈ છે. મહારાષ્ટ્રમાં બિન-ડેરી ઉત્પાદનોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાની સાથે FDA હવે દૂધ પુરવઠાની ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ પણ શરૂ કરી રહ્યું છે, જેથી પુરવઠામાં થતી ગેરરીતિઓ અટકાવી શકાય.

