VIDEO: મુંબઈમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹9નો વધારો
સોર્સ : gstv
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગણેશોત્સવ અને તહેવારો શરૂઆત પહેલા જ સામાન્ય જનતાને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં 1 સપ્ટેમ્બરથી દૂધના ભાવમાં પ્રતિ લિટર 9નો સીધો વધારો અમલી બન્યો છે. બોમ્બે મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ તબેલાના દૂધ અને ભેંસના દૂધનો જથ્થાબંધ ભાવ 93 થી વધીને 102 પ્રતિ લિટર થઈ ગયો છે. ડેરી સંચાલકોના જણાવ્યા મુજબ, પશુ આહારના વધતા ભાવ, ચારાની અછત, પરિવહન ખર્ચ અને કામદારોના વેતનમાં થયેલા વધારાના કારણે આ ભાવવધારો કરવો પડ્યો છે. તહેવારોની મોસમમાં દૂધ અને તેનાથી બનતી મીઠાઈઓની માંગ વધુ રહેતી હોવાથી આ વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે.

