Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Meteorological department big forecast: Sky disaster alert in more than 15 states including Delhi,

VIDEO: હવામાન વિભાગની મોટી આગાહી: દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાન સહિત 15થી વધુ રાજ્યોમાં આકાશી આફતનું એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

India Monsoon Forecast : દેશભરમાં ચોમાસું ફરીથી પૂરજોશમાં સક્રિય થયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના 15થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનો ફૂંકાવાની શક્યતા છે.

App Store

દિલ્હી-એનસીઆરમાં 7 ઓગસ્ટે ભારે વરસાદનું 'યેલો એલર્ટ'

દિલ્હી-એનસીઆરમાં મુશળધાર વરસાદને કારણે વાતાવરણ બદલાયું છે. 7 ઓગસ્ટના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યમથી ભારે વરસાદની શક્યતાને પગલે 'યેલો એલર્ટ' જારી કરાયું છે. આ દિવસે મહત્તમ તાપમાન 31 થી 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનું અનુમાન છે.

ચંડીગઢ અને હરિયાણામાં 7થી 9 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આશંકા

ચંડીગઢ, મોહાલી અને પંચકૂલા (ટ્રાસિટી) માં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે. 7 ઓગસ્ટે હરિયાણા અને ચંડીગઢમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે, જ્યારે 7થી 9 ઓગસ્ટ દરમિયાન સમગ્ર વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે.

ઉત્તર પ્રદેશમાં 7થી 10 ઓગસ્ટ સુધી મુશળધાર વરસાદનું એલર્ટ

ઉત્તર પ્રદેશમાં આગામી 4 થી 5 દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે. 7 અને 8 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે, જ્યારે 9 અને 10 ઓગસ્ટના રોજ પણ બંને વિસ્તારોમાં અતિભારે વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને પ્રયાગરાજ, ફતેહપુર, મિર્ઝાપુર, સોનભદ્ર, રાયબરેલી, કાનપુર નગર, કાનપુર દેહાત, સહારનપુર, મુઝફ્ફરનગર, ઈટાવા, મૈનપુરી, ફિરોઝાબાદ, ઓરૈયા, જાલોન, હમીરપુર, વારાણસી, ચંદૌલી, જૌનપુર, ઉન્નાવ, અમેઠી, સુલતાનપુર, મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, આગ્રા અને ઝાંસી જેવા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થઈ શકે છે.

ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીરમાં 7થી 12 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ

ઉત્તર ભારતના પહાડી વિસ્તારો જેવા કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ થશે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 7થી 12 ઓગસ્ટ સુધી ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બિહારમાં 7થી 9 ઓગસ્ટ સુધી 18 જિલ્લાઓમાં એલર્ટ, મિથિલા-કોસીમાં રાહત

બિહારમાં 7 ઓગસ્ટે દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-મધ્ય ભાગોમાં ચોમાસું વધુ સક્રિય રહેશે. 7થી 9 ઓગસ્ટ દરમિયાન પટના, છપરા, બેગૂસરાય સહિત 18 જિલ્લાઓમાં આંધી-વરસાદનું યેલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ગયા, ઔરંગાબાદ, ભભુઆ (કૈમૂર) અને રોહતાસમાં 7 ઓગસ્ટે 30 થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને મુશળધાર વરસાદ થશે. મિથિલા, કોસી, સીમાંચલ અને પૂર્વ બિહારમાં આગામી 24 કલાક સુધી ભારે વરસાદની શક્યતા નથી.

રાજસ્થાનમાં 7થી 10 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની ચેતવણી

રાજસ્થાનમાં 7 અને 8 ઓગસ્ટે પશ્ચિમી રાજસ્થાનમાં અને 7થી 10 ઓગસ્ટ દરમિયાન પૂર્વી રાજસ્થાનમાં તેજ વરસાદ થશે. આ સિવાય 7થી 10 ઓગસ્ટ દરમિયાન ભરતપુર, જયપુર, કોટા, અજમેર, ઉદયપુર, જોધપુર અને બીકાનેર સંભાગના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થશે. ખાસ કરીને 7થી 9 ઓગસ્ટ દરમિયાન ભરતપુર, જયપુર, કોટા અને ઉદયપુર સંભાગમાં અતિભારે વરસાદી આફત આવી શકે છે.

કેરળના 7 જિલ્લાઓમાં 7 અને 8 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ

કેરળમાં પૂરની સ્થિતિ વચ્ચે આગામી 48 કલાક (7 અને 8 ઓગસ્ટ) દરમિયાન મધ્ય અને ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે કાસરગોડ, કન્નૂર, એરનાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ, અલાપ્પુઝા અને પથાનામથિટ્ટા માટે 'ઓરેન્જ એલર્ટ' અને બાકીના 7 જિલ્લાઓમાં 'યેલો એલર્ટ' આપ્યું છે. માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના અપાઈ છે.

દક્ષિણ ભારતમાં 7થી 9 ઓગસ્ટ દરમિયાન તેજ પવન સાથે વરસાદ

તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્ર પ્રદેશ, યનમ, તેલંગાણા, રાયલસીમા, માહે અને લક્ષદ્વીપમાં 7થી 9 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ સાથે વીજળી પડવાની અને તેજ પવન ફૂંકાવાની શક્યતા જણાવાઈ છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 7 ઓગસ્ટે આંધી સાથે વરસાદની આશંકા

7 ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય મહારાષ્ટ્રમાં વાવાઝોડું આવશે, જ્યારે મરાઠવાડામાં 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ 7 ઓગસ્ટે આંધી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં 7 ઓગસ્ટ સુધી મુશળધાર વરસાદ

દક્ષિણ બંગાળના પૂર્વ-પશ્ચિમ મેદિનીપુર અને બાંકુડામાં 7 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય કોલકાતા, ઉત્તર અને દક્ષિણ 24 પરગના, હાવડા, ઝાડગ્રામ, પુરુલિયા અને પશ્ચિમ બર્ધમાનમાં ભારે વરસાદનું એલર્ટ છે. ઉપ-હિમાલયી વિસ્તારો જેવા કે દાર્જિલિંગ, કાલિમ્પચોંગ, જલપાઈગુડી, અલીપુરદ્વાર અને કૂચબિહારમાં પણ 7 ઓગસ્ટ સુધી મસમોટો વરસાદ પડશે.

પૂર્વોત્તર રાજ્યોમાં 7થી 10 ઓગસ્ટ સુધી વીજળીનો ભય

અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ સહિતના સમગ્ર પૂર્વોત્તર ભારતમાં 7થી 10 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા થવાની ગંભીર ચેતવણી છે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં 7 ઓગસ્ટથી વરસાદી માહોલ

પશ્ચિમી અને પૂર્વીય મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અંદમાન-નિકોબાર, ઝારખંડ અને ઓડિશામાં 7 ઓગસ્ટથી ચોમાસુ ગતિવિધિઓ મજબૂત રહેશે અને આગામી દિવસોમાં ભારે વરસાદનો તબક્કો ચાલુ રહેશે.