મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દહેરાદૂનમાં મેઘમહેર: અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ શરૂ

તસવીર: GSTV

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી આકાશમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી બાદ ખાબકેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને બફારાથી મોટી રાહત મળી છે. જો કે, આ અવિરત વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે, જેના કારણે સવારના સમયે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. હવામાન કેન્દ્ર દ્વારા આગામી દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાથી વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવનાને પગલે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને નદી-નાળા તરફ ન જવા અપીલ કરવામાં આવી છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ ચોમાસાના રાઉન્ડથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે.

આ સમાચાર શેર કરો