VIDEO: ઝાલોદમાં ખાદ્ય સુરક્ષા અને વહીવટી તંત્રની મેગા ડ્રાઇવથી વેપારીઓમાં ફફડાટ
સોર્સ : gstv
દાહોદના ઝાલોદમાં પ્રાંત અધિકારી અને મામલતદારની આગેવાનીમાં નાસ્તા હાઉસ, હોટલો અને દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અસ્વચ્છતા અને ગેરરીતિ બદલ અનેક વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘરવપરાશના ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર કમર્શિયલ ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાઈ હતી. ટીમ દ્વારા 3 મટન શોપ અને 1 ફરસાણની દુકાન સીલ કરવામાં આવી હતી. ફૂડ લાયસન્સ વિના ધમધમતી દુકાનો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતા જ ગેરરીતિ આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

