સ્થાનિક ચૂંટણી બાદ દાવપેચ શરુ: ઝાલોદમાં ભાજપના 10 સભ્યો 8 અપક્ષ સભ્યોને લઈ ઉતર્યા ભૂગર્ભમાં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે. એવામાં દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ સામે આવી રહ્યા છે. ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે જોડતોડની રાજનીતિ શરૂ કરવામાં આવી છે. ભાજપના 10 સભ્યો 8 અપક્ષ સભ્યોને લઈને ભૂગર્ભમા ઉતર્યા હોવાની માહિતી મળી રહી છે.
ઝાલોદમાં ભાજપના 17માંથી 10 સભ્યોએ જીલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારને પત્ર લખ્યો હતો. જેમાં તેમના દ્વારા ભાજપ 10 સભ્યોએ 8 અપક્ષો સાથે મળી પ્રમુખ પદની માંગ કરવામાં આવી હતી. ભાજપના 10 સભ્યો સહિતનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર વાયરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

