VIDEO: અમૃતસરમાં નશાના કારોબારી સામે તંત્રની મોટી કાર્યવાહી, ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું
સોર્સ : gstv
પંજાબના અમૃતસરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરીને મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમૃતસરના વેરકા વિસ્તારમાં આવેલા એક ચર્ચિત ડ્રગ સ્મગલરના ઘર પર તંત્ર દ્વારા કડક બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રગ સ્મગલરે સરકારી કે ગેરકાયદેસર રીતે ઉભા કરેલા બાંધકામને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. નશાના દૂષણને નાથવા અને ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો કરવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

