Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : MBBS interns oppose stipend hike

VIDEO: સ્ટાઇપેન્ડ વધારાની માંગે MBBS ઇન્ટર્નોનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભોપાલમાં MBBS ઇન્ટર્ન તબીબોએ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઇન્ટર્નોએ પોતાની માંગણીઓ દર્શાવતા પોસ્ટરો લગાવીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ દરમિયાન રસ્તા પર મોટી સંખ્યામાં ઇન્ટર્નો એકત્ર થતાં ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી અને કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઇન્ટર્ન તબીબોનું કહેવું છે કે હાલ મળતા સ્ટાઇપેન્ડની સરખામણીમાં તેમની જવાબદારીઓ અને કામનો સમય વધારે છે. જેથી સ્ટાઇપેન્ડમાં યોગ્ય વધારો કરવામાં આવે તેવી તેમની માંગ છે. વિરોધના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર ઘટનાના વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News