Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive smoke, fire brigade and ambulance leave the scene after a massive explosion at Mangalore Refinery

VIDEO: મેંગલોર રિફાઇનરી (MRPL) માં પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ ધુમાડો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના 

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કર્ણાટકના મેંગાલુરુ સ્થિત મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL) ફેસિલિટીમાં બુધવારે બપોરે એક પ્રચંડ વિસ્ફોટ જેવો અવાજ સંભળાયા બાદ આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

App Store

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના વાહનો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર, પ્લાન્ટના ત્રીજા તબક્કામાં (Phase III) બોઈલર ફાટવાને કારણે આ બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આસપાસના જોકટ્ટે અને સુરતકલ વિસ્તારોમાં આવેલા મકાનો તેમજ સરકારી ઇમારતો ધ્રૂજી ઊઠી હતી અને કેટલીક જગ્યાએ બારીઓના કાચ પણ તૂટી ગયા હોવાનું સામે આવ્યું છે. તકેદારીના ભાગરૂપે નજીકની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી તેમજ સ્થાનિક હોસ્પિટલોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તંત્ર અને ફાયર વિભાગ દ્વારા આગ અને ધુમાડા પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.