Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive rise in water level of Ganga-Yamuna in Prayagraj

VIDEO: પ્રયાગરાજમાં ગંગા-યમુનાના જળસ્તરમાં ભારે વધારો

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓના વધતા જળસ્તરને કારણે સંગમ વિસ્તાર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. પૂરના પાણી પ્રખ્યાત લેટે હનુમાનજી મંદિરની નજીક સુધી પહોંચી જતાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નદીઓના સતત વધતા પાણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સંગમ ઘાટ તરફ જતાં રસ્તાઓ બંધ કરી દીધા છે અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે. પૂરના પાણી નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જવાની આશંકાને પગલે રાહત અને બચાવ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને નદી કિનારે અને પાણીવાળા વિસ્તારોથી દૂર રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News