VIDEO: ગાઝિયાબાદની ફેક્ટરીમાં ભીષણ આગ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ટ્રોનિકા સિટી વિસ્તારમાં આવેલી એર ફિલ્ટર બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોવા મળ્યા હતા. ફાયર વિભાગની અનેક ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ચીફ ફાયર ઓફિસર રાહુલ કુમારે ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ આગથી થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

