Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive fire breaks out in banquet hall in Delhi/Alipur, suspected to have been caused by short circuit

VIDEO: દિલ્હી/ અલીપુરમાં બેન્ક્વેટ હોલમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટને કારણે ઘટના બની હોવાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હીના અલીપુર વિસ્તારમાં આવેલા યાદવ ગ્રીન બેન્ક્વેટ હોલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ડઝનબંધ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે અને હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

App Store