Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mandaviya Gambhir, Sangram Singh Join Cycling

VIDEO: મંડાવિયા ગંભીર, સંગરામસિંહ સાયકલિંગમાં જોડાયા

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઑન સાયકલના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને એથ્લીટ સંગરામસિંહ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેયે સાયકલિંગ કાર્યક્રમમાં ભાગ લઈને ફિટનેસ અને રમતગમતને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં રમતપ્રેમીઓ અને સાઈકલિંગ સાથે જોડાયેલા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રમત દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોને નિયમિત કસરત, સાઈકલિંગ અને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયોજકોએ ફિટનેસને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News