Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mamata Banerjee's crisis-solving leader and Shatabdi Roy became a rebel!

TMCમાં મોટો ભડાકો: મમતા બેનરજીના સંકટમોચક નેતા અને શતાબ્દી રૉય બળવાખોર બન્યા!

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
TMCમાં મોટો ભડાકો: મમતા બેનરજીના સંકટમોચક નેતા અને શતાબ્દી રૉય બળવાખોર બન્યા!
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સત્તાનો પલટો થયા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનરજી પર એક પછી એક મુશ્કેલી આવી રહી છે. તાજેતરના અહેવાલોમાં ચોંકાવનારી વાત એ છે કે, હવે TMCના સંકટમોચક અને મમતાના ખાસ કહેવાતા નેતા જ બળવાખોર બની ગયા છે અને તેમણે ભાજપ નેતા સાથે મુલાકાત પણ કરી લીધી છે. એટલું જ નહીં, આ મુલાકાતમાં પાર્ટીના અન્ય નેતા અને અભિનેત્રી શતાબ્દી રૉયે પણ સામેલ હોવાની વિગતો સામે આવી છે.

App Store

TMCમાં બળવાખોરોની સંખ્યા વધી ! વધુ બે બળવો કરવાની તૈયારીમાં

મળતી વિગતો મુજબ, ટીએમસીના બળવાખોર જૂથના નેતા અને અભિનેત્રી શતાબ્દી રૉય અને મમતાના મહત્ત્વના નેતા સુદીપ બંદોપાધ્યાયે શનિવારે દિલ્હી પહોંચ્યા હતા અને સીધા જ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ટીએમસીની વર્તમાન સ્થિતિ એવી છે કે, 19 સાંસદોએ બળવો કરીને પોતે અસલી ટીએમસી હોવાનો દાવો ઠોંક્યો છે અને હવે સુદીપ બંદોપાધ્યાય બળવાખોર બની જતા હવે કુલ બળવાખોરોની સંખ્યા વધી ગઈ છે.

દીદીની ઊંઘ ઊડી જાય તેવી ઘટના

બંદોપાધ્યાયની બળવાખોરી કરવાની હિલચાલ મમતા દીદીની ઊંઘ ઉડાડી દે તેવી ઘટના છે, કારણ કે તેઓ અને તેમની પત્ની નયના બંદોપાધ્યાય મુખ્યમંત્રી મમતા બેનરજીના ખૂબ જ નજીકના હોવાનું અને સંકટમોચક હોવાનું મનાય છે. નયના ટીએમસીના ધારાસભ્ય છે. ભાજપ નેતા સાથે મુલાકાત કર્યા બાદ બંદોપાધ્યાય ટીએમસીના બળવાખોર સાંસદોના જૂથમાં સામેલ થઈ જવાની અટકળો ચાલી રહી છે. અગાઉ પણ બળવાખોર સાંસદ ભૂપેન્દ્ર યાદવના ઘરે અકઠા થયા હતા. ત્યારપછી કેટલાક સાંસદો શતાબ્દી રૉયના ઘરે પણ ગયા હતા. બંદોપાધ્યાય કોલકાતા ઉત્તર લોકસભા મતવિસ્તારના કદાવર સાંસદ છે અને તેઓ આ મતક્ષેત્રમાંથી સતત જીતતા આવ્યા છે. એટલું જ નહીં, તેઓ કોલકાતાના સ્થાનિક સંગઠન પર મજબૂત પક્કડ ધરાવે છે. 

સંકટમોચક બંદોપાધ્યાય બળવાખોર કેમ બન્યા?

રાજકીય ચર્ચાઓ મુજબ, સુદીપ બંદોપાધ્યાયને ટીએમસીના સૌથી જૂના અને વરિષ્ઠ નેતાઓના મુખ્ય ચહેરા માનવામાં આવે છે. ઘણી બાબતોમાં તેમની અને અભિષેક બેનરજી વચ્ચે સૈદ્ધાંતિક મતભેદ હોવાની ચર્ચા છે, જોકે મમતા બેનરજીના સમર્થનના કારણે બંદોપાધ્યાયની દરજ્જો ટોચ પર બનેલો રહ્યો છે. મમતાએ તેમની પત્નીની હાર થવા છતાં તેણીને વિધાનસભામાં ડેપ્યુટી લીડર બનાવ્યા હતા. બંદોપાધ્યાય ટીએમસીના સંસ્થાપક સભ્યોમાં સામેલ છે. તેઓ શતાબ્દી રૉય સાથે દેખાયા રાજકારણ ગરમાયું છે. હવે એવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે, શું જૂના નેતાઓ સાથે હોવાના કારણે મમતા બેનરજી પાર્ટી પર પોતાની પક્કડ યથાવત્ રાખી શકશે.

ટોપિક્સ:gstvtmcmamata banerjeegstv news