Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major decision of Maharashtra government after paper leak scandal, expulsion of MPSC Secretary Mahendra Harpalkar

પેપર લીક કાંડ બાદ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, MPSC સચિવ મહેન્દ્ર હરપાલકરની હકાલપટ્ટી

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
પેપર લીક કાંડ બાદ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, MPSC સચિવ મહેન્દ્ર હરપાલકરની હકાલપટ્ટી
સોર્સ : gstv

મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC) ના કામકાજ અને પરીક્ષાઓમાં સામે આવેલી ગડબડોને લઈને ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. MPSC ના સચિવ મહેન્દ્ર હરપાલકરને સચિવ પદેથી મુક્ત કરીને તેમની મૂળ સેવામાં પાછા મોકલવાના આદેશ જારી કરાયા છે. સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓની એ મુખ્ય માંગણીઓ બાદ આવ્યો છે, જેમાં સચિવની બદલીની માંગ પણ સામેલ હતી.

App Store

ડેપ્યુટેશન પર હતા હરપાલકર

મહેન્દ્ર હરપાલકર લગભગ બે વર્ષથી MPSC ના સચિવ પદ પર ડેપ્યુટેશન પર હતા. તાજેતરમાં ડ્રગ ઈન્સ્પેક્ટર (ઔષધ નિરીક્ષક) પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાનો મામલો સામે આવ્યા બાદ આયોગની પરીક્ષા વ્યવસ્થા અને પારદર્શિતાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ વધ્યો હતો. આ મામલે પરીક્ષા રદ કરવી પડી હતી અને હાલ તેની તપાસ પણ ચાલી રહી છે. પેપર લીક થયા બાદ વિદ્યાર્થીઓએ આયોગના અધ્યક્ષ અને સચિવ સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેજ કરી હતી. વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. બેઠક બાદ સરકારે સચિવની બદલીની માંગ સ્વીકારી હોવાની વાત કહી અને ત્યારબાદ હરપાલકરની બદલીનો આદેશ જારી કરવામાં આવ્યો.

વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત

મહારાષ્ટ્ર સરકારે MPSC ના અધ્યક્ષ વિવેક ભીમનવાર અને આયોગના પૂર્વ તથા વર્તમાન પદાધિકારીઓના કામકાજની તપાસ કરાવવાનો પણ નિર્ણય લીધો છે. બીજી તરફ, પુણેમાં MPSC અધ્યક્ષ વિવેક ભીમનવારના રાજીનામાની માંગને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ છે.

વિદ્યાર્થીઓ એસ.એમ. જોશી પુલ નજીક ધરણા પર બેઠા છે. તેમનું કહેવું છે કે, વારંવાર પેપર લીક થવા અને પરીક્ષા સંબંધિત ગડબડોના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોનો સમય અને મહેનત વેડફાઈ રહ્યા છે. આ આંદોલનને ધારાસભ્ય રોહિત પવાર સહિત કેટલાક નેતાઓનું સમર્થન પણ મળ્યું છે. રોહિત પવારે કહ્યું કે, અધ્યક્ષ પદ પર રહેતા તેમની સામે નિષ્પક્ષ કાર્યવાહી થવા પર સવાલો ઊભા થઈ શકે છે, તેથી અધ્યક્ષના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની મુખ્ય માંગ આયોગની પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને જવાબદારી નક્કી કરવાની છે.

સરકારે વિદ્યાર્થીઓને શું આશ્વાસન આપ્યું?

મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સરકારે આશ્વાસન આપ્યું છે કે, MPSC ની પરીક્ષાઓ હાલ પૂરતી ઓફલાઈન પદ્ધતિથી જ લેવામાં આવશે. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરતા પહેલા વિદ્યાર્થીઓ અને અન્ય સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવાની વાત પણ કહેવામાં આવી છે. આ સિવાય આગામી ત્રણ વર્ષ માટે ભરતીનું આયોજન કરવા અને ખાલી પડેલી જગ્યાઓને સમયસર ભરવાની પ્રક્રિયા તૈયાર કરવાનું આશ્વાસન અપાયું છે. સરકારે એવું પણ જણાવ્યું છે કે, વિવિધ વિભાગોમાં ભરતીના નિયમોની સમીક્ષા કરવામાં આવી રહી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News