Aadhaar card માં નામ બદલવાના નિયમોમાં મોટો ફેરફાર, હવે કયા ડોક્યુમેન્ટ લાગશે?

આધાર કાર્ડ (Aadhaar Card) ધારકો માટે મહત્વના સમાચાર છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ આધાર કાર્ડમાં નામ બદલવા અથવા નામમાં સુધારો કરવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવેલા નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) દ્વારા જૂના નિયમોને બદલવામાં આવ્યા છે. હવે નામમાં કરવામાં આવતા ફેરફારને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે અને દરેક કેટેગરી પ્રમાણે અલગ દસ્તાવેજો જરૂરી રહેશે.
મામૂલી નામ સુધારા માટે શું કરવું?
જો વ્યક્તિની ઓળખમાં કોઈ ફેરફાર ન થતો હોય અને માત્ર નામમાં નાનો સુધારો કરવાનો હોય તો તેને (Minor Name Change) ગણવામાં આવશે. તેમાં નામના શરૂઆતના અક્ષરોને પૂર્ણ કરવા, મિડલ નેમ અથવા સરનેમ ઉમેરવા-દૂર કરવા, નામનો ક્રમ બદલવા અથવા ઉચ્ચારણ લગભગ સમાન રહે તે રીતે સ્પેલિંગ સુધારવાનો સમાવેશ થાય છે.
આવા કિસ્સામાં આધાર ધારકે (Proof of Identity - PoI) રજૂ કરવું પડશે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના (Head of Family - HoF) આધારિત નામ અપડેટમાં (Proof of Relationship - PoR) પણ જરૂરી થઈ શકે છે. ઉદાહરણ તરીકે Ramને Rama અથવા Somyaને Saumya કરવું મામૂલી સુધારામાં આવશે.
ડેટા એન્ટ્રીની ભૂલ હોય તો એફિડેવિટ જરૂરી
આધાર બનાવતી વખતે (Data Entry Operator)ની ભૂલને કારણે નામ ખોટું નોંધાયું હોય તો અલગ પ્રક્રિયા રહેશે. 18 વર્ષથી વધુ ઉંમરના અરજદારે (Annexure B Affidavit) સાથે PoI અથવા PoR રજૂ કરવું પડશે.
જો અરજદાર સગીર હોય તો માતા-પિતા અથવા વાલી દ્વારા (Annexure C Affidavit) સાથે PoI અથવા PoR રજૂ કરવાનું રહેશે.
લગ્ન કે છૂટાછેડા બાદ સરનેમ બદલવા માટેના નિયમો
લગ્ન અથવા છૂટાછેડા બાદ સરનેમ બદલવા માંગતી મહિલાઓએ (Annexure D Affidavit) અને (Proof of Identity - PoI) રજૂ કરવાનું રહેશે. એફિડેવિટમાં સરનેમમાં ફેરફાર લગ્ન અથવા છૂટાછેડાના કારણે થઈ રહ્યો છે અને વ્યક્તિની ઓળખમાં ફેરફાર થયો નથી તેની પુષ્ટિ કરવામાં આવશે.
જાતિમાં ફેરફાર બાદ નામ અપડેટ કરવા માટે પણ નવા SOPમાં અલગ જોગવાઈ કરવામાં આવી છે. આવા કિસ્સામાં સંબંધિત PoI રજૂ કરવાનું રહેશે.
કેટલાક સુધારા માટે કોઈ ડોક્યુમેન્ટ નહીં
UIDAIના નવા નિયમો હેઠળ કેટલાક સામાન્ય સુધારા માટે કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે. નામમાં ખોટી રીતે લખાયેલા Capital Lettersને યોગ્ય રીતે સુધારવા જેવા ફેરફારો તેમાં સામેલ છે. ઉદાહરણ તરીકે RaMeshને Ramesh કરવું.
આખું નામ બદલવા માટે Gazette જરૂરી
જો કોઈ વ્યક્તિ પોતાનું આખું નામ બદલવા માંગે અને તેનાથી તેની ઓળખમાં ફેરફાર થવાની શક્યતા હોય, તો તેને (Major Name Change)ની કેટેગરીમાં રાખવામાં આવશે.
આવા કિસ્સામાં (Gazette Notification) ફરજિયાત રહેશે. સાથે સંબંધિત (Proof of Identity) પણ રજૂ કરવું પડશે. UIDAI દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો, એફિડેવિટ અને ગેઝેટ નોટિફિકેશનની ચકાસણી કર્યા બાદ જ નામ અપડેટની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

