VIDEO: LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર
સોર્સ : gstv
કેન્દ્ર સરકારે LPG સિલિન્ડર રિફિલ બુકિંગના નિયમોમાં ફરી મોટો ફેરફાર કર્યો છે. હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ એક સિલિન્ડર બુક કરાવ્યા બાદ આગામી રિફિલ માટે 25 દિવસની મુદત રહેશે. અગાઉ ખાડી સંકટ અને LPG પુરવઠા પરના દબાણને કારણે આ સમયગાળો વધારીને 45 દિવસ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આ ફેરફાર તાત્કાલિક લાગુ કરવા સૂચના આપવામાં આવી છે. પુરવઠાની સ્થિતિમાં સુધારો થતાં સરકારે આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. હવે શહેરોની જેમ ગામડાઓમાં પણ 25 દિવસ બાદ LPG સિલિન્ડરનું રિફિલ બુકિંગ કરી શકાશે.

