VIDEO: દિલ્હીમાં NCBની મોટી કાર્યવાહી, નશીલી દવાઓનો મોટો જથ્થો કર્યો જપ્ત
સોર્સ : gstv
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દિલ્હીમાં એક મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધિત કેપ્ટાગોન નામની નશીલી ગોળીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ અને ગેરકાયદેસર હેરાફેરી નેટવર્કને તોડવા માટે ચલાવવામાં આવેલા આ વિશેષ ઓપરેશનમાં ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને આ જપ્તી કરવામાં આવી છે.
મધ્ય-પૂર્વના દેશોમાં ભારે માંગ ધરાવતું આ ડ્રગ પશ્ચિમી દેશો અને અન્ય ભાગોમાં સપ્લાય કરવાનું મોટું ષડયંત્ર હોવાની આશંકા છે. હાલમાં NCB દ્વારા આ રેકેટ પાછળ સંડોવાયેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય તત્વોને ઝડપી પાડવા માટે આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

