'હવે હું ચૂંટણી નહીં લડું', મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા પવારે સંન્યાસના આપ્યા સંકેત

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શરદ પવારે નિવૃત્તિનો સંકેત આપ્યો છે. શરદ પવારે કહ્યું છે કે, તેઓ 14 વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને હજુ કેટલી વાર ચૂંટણી લડશે. તેઓએ કહ્યું છે કે તેમને ક્યાંક તો રોકાવું પડશેને.
આ પણ વાંચોઃ પ્રાઈવેટ પ્રોપર્ટી પર સરકાર કબજો કરી શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા શરદ પવારે કહ્યું કે, 'અત્યાર સુધી હું 14 વખત ચૂંટણી લડી ચુક્યો છું, મને સત્તા નથી જોઈતી, હું માત્ર સમાજ માટે કામ કરવા ઈચ્છું છું.' હવે હું કોઈ ચૂંટણી લડવા માંગતો નથી. ચૂંટણીની વાત કરીએ તો હવે મારે હવે નવી પેઢીને ચાન્સ આપવો જોઈએ.
શરદ પવારે તેમની બારામતી મુલાકાત દરમિયાન કહ્યું, “હું સત્તામાં નથી. હું રાજ્યસભામાં છું. મારી પાસે હજુ દોઢ વર્ષ બાકી છે. દોઢ વર્ષ પછી મારે રાજ્યસભામાં જવું કે નહીં તે વિચારવું પડશે. હું લોકસભા નહીં લડું. હું કોઈ ચૂંટણી લડીશ નહીં. કેટલી ચૂંટણી લડવાની? અત્યાર સુધીમાં 14 ચૂંટણીઓ થઈ છે. તમે મને એક વાર પણ ઘરે બેસાડ્યો નથી. મને દરેક વખતે ચૂંટણી જીતાડીને આગળ મોકલો છે. હવે ક્યાંક તો અટકાવું જોઈશે ને. નવી પેઢીએ હવે આગળ આવવું જોઈએ તે સૂત્ર પર મેં કામ શરૂ કર્યું છે.

