VIDEO: ગરબા વિવાદ પર મહારાષ્ટ્રના CMના પત્ની અમૃતા ફડણવીસનું નિવેદન: 'મુસ્લિમો પણ ગરબા જોવા આવે તો તેમાં કંઈ ખોટું નથી'
સોર્સ : gstv
મહારાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળોએ મુસ્લિમોના પ્રવેશ પર વિશ્વ હિંદુ પરિષદ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધે રાજ્યમાં ભારે રાજકીય હડકંપ મચાવ્યો છે. આ વિવાદ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે જણાવ્યું હતું કે આપણા પર્વો સર્વસમાવેશી છે અને જો કોઈ મુસ્લિમ ગરબામાં આવી આનંદ માણે તો તેમાં કંઈ ખોટું નથી. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતેશ રાણેનાં નિવેદનને લઈને પૂછવામાં આવેલા સવાલનાં જવાબમાં આ વાત કહી. રાણેએ નવરાત્રિમાં ગરબા આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશનો વિરોધ કર્યો હતો.

