VIDEO: UP/ કાનપુરમાં અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા માહારાણા પ્રતાપ જ્યંતિની કરાઈ ભવ્ય ઉજવણી
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના કાનપુરમાં મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે અખિલ ભારતીય ક્ષત્રિય મહારાસભા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાસભાના પ્રદેશ પ્રમુખ મનોજ ભદૌરિયાએ વીર શિરોમણી મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના શૌર્ય અને બલિદાનને યાદ કર્યા હતા. મનોજ ભદૌરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપનું જીવન આપણને સંઘર્ષ સામે અડગ રહેવાની પ્રેરણા આપે છે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાનપુર શહેર 'જય મેવાડ' અને 'મહારાણા પ્રતાપ અમર રહો'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

