VIDEO: મધ્યપ્રદેશ પૂરની સ્થિતિ
સોર્સ : gstv
મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સતના જિલ્લામાં વહેતી મદાકીની નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે ચિત્રકૂટ અને આસપાસના વિસ્તારોમાં ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી કિનારા તોડીને પૌરાણિક રામઘાટ અને અનેક ધાર્મિક સ્થળો તથા બજારોમાં ફરી વળ્યા છે, જેથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે એનડીઆરએફ તેમજ એસડીઆરએફ ની ટીમોને યુદ્ધના ધોરણે કામે લગાડવામાં આવી છે. મુખ્ય પ્રધાન અને સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તથા પ્રભાવિત લોકોને તમામ જરૂરી રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે.

