Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Lucknow: 52 Brahmin MLAs' closed-door meeting, is it a warning bell for BJP?

લખનઉમાં 'બાટી-ચોખા' પર રંધાયું રાજકારણ: 52 બ્રાહ્મણ MLAની બંધબારણે બેઠક, શું ભાજપ માટે ખતરાની ઘંટડી?

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
લખનઉમાં 'બાટી-ચોખા' પર રંધાયું રાજકારણ: 52 બ્રાહ્મણ MLAની બંધબારણે બેઠક, શું ભાજપ માટે ખતરાની ઘંટડી?
સોર્સ : gstv

UP News: ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને તમામ પક્ષોના ધારાસભ્યો રાજધાની લખનૌમાં છે. ભાજપના ધારાસભ્યો પણ લખનૌમાં છે અને હવે શિયાળાની ઋતુમાં પણ બ્રાહ્મણ ધારાસભ્યોના એકત્રીકરણથી રાજકીય તાપમાન વધી ગયું છે. મંગળવારે સાંજે, ભાજપ અને અન્ય પાર્ટીના 52 બ્રાહ્મણ ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો લખનૌમાં એકઠા થયા હતા અને બંધ રૂમમાં મળ્યા હતા.

App Store

બ્રાહ્મણ ધારાસભ્યોનો મેળાવડો

ભાજપ ધારાસભ્યો સાથે અન્ય પાર્ટીના ધારાસભ્યોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બ્રાહ્મણ ધારાસભ્યો અને MLCsનો મેળાવડો કુશીનગરના ધારાસભ્ય પંચાનંદ પાઠકના નિવાસસ્થાને યોજાયો હતો. તેને સહભોજ નામ આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પૂર્વાંચલ અને બુંદેલખંડના ધારાસભ્યો પહોંચ્યા હતા. ધારાસભ્યોનું કહેવું છે કે તે સહભોજ હતો, કોઈ મીટિંગ નહીં. મિર્ઝાપુર નગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રત્નાકર મિશ્રાનું આ અંગે નિવેદન બહાર આવ્યું છે.

મિર્ઝાપુર નગરના ધારાસભ્ય રત્નાકર મિશ્રાએ કહ્યું કે, કુશીનગરના ધારાસભ્ય પંચાનંદ પાઠકે આ આયોજન કર્યું હતું. જેમાં લગભગ ચાર ડઝન બ્રાહ્મણ ધારાસભ્ય સામેલ હતા. આ દરમિયાન કોઈ રાજકીય ચર્ચા નહતી થઈ. અમે બધા ફક્ત બેઠા હતા, ભોજનનું આયોજન હતું. અમે બધાએ ભોજન લીધું અને ત્યાર બાદ બધી નીકળી ગયા. કંઇ ખાસ નહતું. જેમ બધાં બેસે છે, તેમ અમે બેઠા અને ભોજન લીધું. 

આ સહભોજમાં ધારાસભ્ય રત્નાકર મિશ્રા સાથે જ શલભમણિ ત્રિપાઠી, ધારાસભ્ય ઉમેશ દ્વિવેદી પણ હાજર રહ્યા. આ તમામ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પણ ઘણાં નજીકના માનવામાં આવે છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાના ગત ચોમાસું સત્ર દરમિયાન પણ આવું જ એક આયોજન ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું. 

આ પહેલાં ઠાકુરોનો થયો હતો મેળાવડો

ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચોમાલું સત્ર દરમિયાન ઠાકુર ધારાસભ્યો ભેગા થયા હતા, જેને કુટુંબનું નામ આપવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ સાથે જ અન્ય પાર્ટીઓના ઠાકુર ધારાસભ્યએ પણ આ મેળાવડામાં હાજરી આપી હતી. ધારાસભ્યોએ આ કાર્યક્રમને પરિવારના પુનઃમિલન તરીકે વર્ણવ્યો હતો. આ બેઠકને તે જ ઘટનાનો પ્રતિભાવ માનવામાં આવી રહી છે.