VIDEO: LPG e-KYCની ડેડલાઈન 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ
સોર્સ : gstv
LPG ગ્રાહકો માટે સરકારે રાહત આપતા e-KYCની અંતિમ તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી છે. જે ગ્રાહકો સમયસર e-KYC નહીં કરાવે તેમને LPG સિલિન્ડરની બુકિંગ અને ડિલિવરીમાં મુશ્કેલી પડી શકે છે. જોકે, 31 ઓગસ્ટ બાદ તરત જ LPG કનેક્શન રદ નહીં થાય, પરંતુ વેરિફિકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી સબસિડી સહિતના લાભોમાં અડચણ આવી શકે છે. e-KYCનો હેતુ વાસ્તવિક ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરવા અને ઘરેલુ LPGના દુરુપયોગને રોકવાનો છે. તેથી LPG કનેક્શન ધરાવતા ગ્રાહકોએ ઓનલાઈન અથવા ઓફલાઈન રીતે સમયસર e-KYC પૂર્ણ કરી લેવી જરૂરી છે.

