VIDEO : મુંબઈમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા
મુંબઈમાં હાલમાં ચોમાસાની સક્રિય અસર જોવા મળી રહી છે, જેના કારણે શહેરમાં વાતાવરણ ભેજવાળું અને વરસાદી છે. હવામાન

મુંબઈમાં હાલમાં ચોમાસાની સક્રિય અસર જોવા મળી રહી છે, જેના કારણે શહેરમાં વાતાવરણ ભેજવાળું અને વરસાદી છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, મુંબઈમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તાપમાન ૨૭ડિગ્રી થી ૨૯ડિગ્રી ની વચ્ચે રહેવાની ધારણા છે. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ૯ માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દિવસ દરમિયાન વરસાદની શક્યતા ૫૦ ટકા અને રાત્રિ દરમિયાન ૪૫ટકા રહેવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદી માહોલને લીધે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.




